Mucormycosis Black Fungus

દેશના સંખ્યાબંધ રાજ્યમાં બ્લેક ફંગસ (Black Fungus) ના વધી રહેલા કેસને ધ્યાનમાં લેતા કેન્‍દ્ર સરકારે Black Fungus Mucormycosis ને Epidemic Disease Act 1897 અંતર્ગત મહામારી જાહેર કરી છે.  

  1. મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ) શુ છે?
    • તે mucormycetes તરીકે ઓળખાતા ફંગલ જીવને કારણે લગતો ચેપ છે. તેને કાળી ફૂગ કહેવામાં આવે છે કારણ કે તેનાથી નાક કાળુ થઇ જાય છે.
    • ફૂગ ભારતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શરીરની કાર્યરત રોગપ્રતિકારક શક્તિ (Immune System) તેની સામે લડે છે.
    • American CDC અનુસાર મ્યુકોરમાઈકોસિસનો મૃત્યુ દર 54% જેટલો છે.
    • આ એક દુર્લભ ગંભીર ફંગલ ઇન્ફેક્શન છે જે તાજેતરમાં જ સંખ્યાબંધ COVID-19 દર્દીઓમાં જોવા મળ્યું છે.
    • જે કુદરતી રીતે રોગ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે છે.
  2. હાલમાં વધુ પડતુ પ્રમાણ કેમ?
    • અત્યારે કોવિડ -19 ની ભૂલ ભરેલી સારવાર અથવા કેટલાક steroids ના અતિશય વપરાશના પરિણામે આ બિમારી વધારે પડતી સામેે આવી છે, જે લોકોમાંં ડાયાબિટીસનું પ્રમાણ વધુ છે, તેમને વધુ તકલીફમાં મુકાય છે.
  3. શરીરને શુ અસર કરે છે ?
    • ત્વચા (ચામડી)માં થાય છે અને ફેફસાં અને મગજને પણ અસર કરે છે.
    • સાથે શરીરના અન્ય ભાગોને પણ અસર કરી શકે છે, જેમાં “નખ, ત્વચા, પેટ, કિડની, મગજ, મોં અને ગુપ્તાંગો શામેલ છે.
  4. ચેતવણીના સંકેતો Symptoms :
    • તાવ, માથાનો દુખાવો, ખાંસી, શ્વાસની તકલીફ, લોહિયાળ, ઉલટી અને બદલાયેલી માનસિક સ્થિતિ, આંખો અથવા નાકની આસપાસ દુખાવો અને લાલાશ શામેલ છે.

For More General Knowledge Click here….