પુરુષોમાં હિમોગ્લોબિન 14 અને મહિલાઓમાં 12 થી ઓછું હોય તો ઈમ્યૂનિટી નબળી કહી શકાય. – source

માનવશરીરમાં જ અનેક પ્રકારના વાઈરસ અને બેક્ટેરિયા હોય છે. કેટલાંક શરીર માટે લાભકારક હોય છે તો કેટલાંક નુકસાનકારક હોય છે. જે તાકાત કે અવયવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે, શરીરની અંદરના વાઈરસ સામે લડવાની શક્તિ પેદા કરે છે, તેને જ ઇમ્યૂનિટી કહે છે. વિવિધ બિમારીઓ પ્રતિની રોગપ્રતિકારક ક્ષમતા તપાસવા માટે અલગ અલગ ટેસ્ટ થતા હોય છે. કોરોનાના કેસમાં IIG Antibody Test ની મદદથી ઈમ્યૂનિટીની જાણકારી મળે છે. સામાન્યપણે હિમોગ્લોબિનના પ્રમાણની મદદથી રોગપ્રતિકારક શક્તિનો અંદાજ આવે છે. હોમોગ્લોબિનનું આદર્શ પ્રમાણ પ્રરૂષોના કિસ્સામાં 16 અને મહિલાઓના કિસ્સામાં 14 હોય છે. પુરુષના કિસ્સામાંં હોમોગ્લોબિનનું પ્રમાણ 14 થી અને મહિલાઓના કિસ્સામાં 12 થી ઓછું હોય તો માની શકાય કે ઇમ્યૂનિટી નબળી છે. પરંતુ ઇમ્યૂનિટી વધારી શકાય છે. દવા, સારા ખાનપાનની મદદથી ગણતરીના દિવસમાં જ ઇમ્યૂનિટી વધારી શકાય છે. બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધુ હોય તે સારી વાત છે. પરંતુ તેનો અર્થ એ નથી કે બાળકોમાં બિમારીથી સંક્રમિત નથી થતાં. બાળકો કેટલાક પ્રકારના સંક્રમણનો સ્વીકાર જ નથી કરી શકતા તેથી બચી જાય છે. ઇમ્યૂનિટી વધારવા માટે બાજરી, ચણા, મગ, દાળ, લીલા શાકભાજી અને દૂધનું સેવન જરૂરી છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે કેળાં અને ખાટા ફળ જેમ કે સંતરા, અનાનસ વગેરે આરોગવા જોઈએ.