Daily Current Affairs News Notes - 29 May 2021

43rd GST Council Meeting

 • Goods and Service Tax (GST) Council ની 43મી બેઠક કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાંવીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાઈ હતી.
 • જીએસટી પરિષદની 43મી બેઠકની ભલામણો

  1. વિલંબિત રિટર્ન્સ (ITR) માટે લેટ ફીના સંબંધમાં કરદાતાઓને રાહત આપવા માફી યોજના.

  2. કરવેરાના ભાવિ સમયગાળા માટે લેટ ફીને પણ તર્કબદ્ધ બનાવવામાં આવી.

  3. Amphotericin B (antifungal medication used for serious fungal infections and leishmaniasis) સહિત કોવિડ-19 સાથે સંબંધિત તબીબી ચીજવસ્તુઓના નિઃશુલ્ક વિતરણને 31.08.2021 સુધી IGST માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી.

  4. Amphotericin Bને પણ કસ્ટમ ડ્યુટીમાંથી માફી આપવામાં આવી.

  5. નાણાકીય વર્ષ 2020-21 માટે વાર્ષિક રિટર્નનું સરળીકરણ કરવામાં આવ્યું.

About GST Council:

 • Goods and Service Tax(GST) ને લગતા મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારને ભલામણો કરવા માટે અનુચ્છેદ  279A હેઠળ સ્થાપિત કરવામાં આવેલી બંધારણીય સંસ્થા છે.
 • કેન્દ્રીય નાણામંત્રીની અધ્યક્ષતામાં અને અન્ય સભ્યોમાં કેન્દ્રીય રાજ્યના મહેસૂલ અથવા નાણાં પ્રધાન અને તમામ રાજ્યોના નાણાં અથવા કરવેરા પ્રભારી મંત્રીઓનો સમાવેશ થાય છે.
 • Goods and Service Tax(GST) કાઉન્સિલના કુલ સભ્યોની કુલ સંખ્યાનાંં અડધી સંખ્યા (1/2 સભ્યોની કોરમ) બેઠકોમાં કોરમની જરૂર હોય છેેે. 
 • દરેક નિર્ણય 75% બહુમતી દ્વારા લેવામાં આવે છે જેમાં કેન્દ્રની 1/3 ભારાંક હોય છે અને કુલ મતદાનમાં 2/3 ભારાંક રાજ્યો ધરાવતા હોય છે.

Vinayak Damodar Savarkar (28 May 1883-26 February 1966)

 • વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમની જન્મજયંતિ- 28 મી મેના રોજ હિન્દુત્વના વિચારધારા ને અગ્રેસર કરવા બદલ વીર સાવરકરને શ્રધ્ધાંજલિ આપી હતી.
 • તેમનો જન્મ મહારાષ્ટ્રના નાસિકમાં થયો હતો. તેઓ વીર સાવરકર તરીકે જાણીતા છે.
 • તે મહાન નેતા, વકીલ અને લેખક હતા.
 • તેમણે હિન્દુ મહાસભાના પ્રમુખ તરીકે સેવા આપી, “હિન્દુત્વ” નું Hindu Nationalist Philosophy બનાવી.
 • તેમણે “અભિનવ ભારત સોસાયટી” તરીકે ઓળખાતા વિદ્યાર્થી સંગઠનના સહ-સ્થાપક હતા.
 • યુકેમાં કાયદાનો અભ્યાસ કરતી વખતે તેમણે “ઇન્ડિયા હાઉસ” અને “ફ્રી ઈન્ડિયા સોસાયટી” જેવી સોસાયટીઓ સાથે પણ સંકળાયેલા હતા.
 • તેમણે Indian War of Indepence 1857, Hindu Rashtra Darshan, Inside the enemy camp, વગેરેના લેેેેખક છે.

The book “Nehru, Tibet and China” written by Avtar Singh Bhasin

વર્ષોના સંક્ષિપ્ત સંગ્રહ સંશોધન પર આધારિત, અવતારસિંહ ભસીન દ્વારા લખાયેલ ‘નહેરુ, તિબેટ અને ચાઇના‘ નામનું પુસ્તક, રસપ્રદ વિગતમાં, 1949 થી 1962 માં ભારત-ચાઇના યુદ્ધની ઘટનાઓ વિશ્લેષણ કરે છે. અને આ સળગતા પ્રશ્નો તેના જવાબોનું અન્વેષણ છે.

"World NTD" Day - 74th World Health Assembly (WHA) Adopts New Resolution on Malaria

 • 74 મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (WHA) એ મેલેરિયા પર નવો ઠરાવ પસાર કરી અને “World NTD Day” દિવસની ઘોષણા કરી છે.
 • Neglected Tropical Diseases (NTDs)- ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગો એ ચેપનું એક જૂથ છે જે આફ્રિકા, એશિયા અને અમેરિકાના વિકાસશીલ ક્ષેત્રમાં હાંસિયામાં સમુદાયોમાં સૌથી વધુ જોવા મળે છે.
 • TB -Tuberculosis, HIV-AIDS and Malaria જેવા રોગો માટે સંશોધન અને સારવાર માટે સામાન્ય રીતે ઓછું ભંડોળ પ્રાપ્ત થાય છે.
 • આ માટે 30 જાન્યુઆરીએ “World NDT” દિવસને માન્યતા આપવાની દરખાસ્ત સંયુક્ત આરબ અમીરાત દ્વારા કરવામાં આવી હતી.
 • પ્રથમ વિશ્વ એનટીડી દિવસ 2020 માં અનૌપચારિક ઉજવણી કરવામાં આવી હતી. જાન્યુઆરી 2021 માં, તેના માટે નવો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
 • મલેરિયા, Plasmodium species (પ્રજાતિ)ઓને લીધે, ચેપગ્રસ્ત female Anopheles Mosquitoes- મચ્છરના કરડવાથી લોકોમાં ફેલાય છે.
 • તેનાથી વાર્ષિક 4 લાખ કરતા વધારે લોકોનું મૃત્યુ થાય છે.
 • મેલેરિયાને સમાપ્ત કરવાના પ્રયત્નોને વેગ આપવાનો ઠરાવ:
  1. આ ઠરાવનું નેતૃત્વ  અમેરિકા અને ઝામ્બિયા દ્વારા કરવામાં આવ્યુ છે અને અન્ય લોકો દ્વારા સહયોગ કરવામાં આવ્યો છે જેમાં ભારતે ભાગ નથી લીધો.
  2. મલેરિયા માટે વૈશ્વિક તકનીકી વ્યૂહરચના હેઠળના વૈશ્વિક લક્ષ્યો 2016-2030 (SDG – Goals).
  3. મેલેરિયા કેસની ઘટનાઓ અને મેલેરિયા મૃત્યુ દરમાં ઓછામાં ઓછા 90% ઘટાડો કરવો.
  4. ઓછામાં ઓછા 35 દેશોમાં મેલેરિયાને દૂર કરવો.
  5. મેલેરિયા મુક્ત એવા બધા દેશોમાં મેલેરિયાના પુનરુત્થાનને અટકાવવો.

International Day of United Nations Peacekeepers: May 29

 • સંયુક્ત રાષ્ટ્રના Peacekeepersનો આંતરરાષ્ટ્રીય દિવસ 29 મે એ ઊજવવામાં આવે છે.
 • તે બધાને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક દિવસ છે કે જેમણે તેમની ઉચ્ચ વ્યાવસાયિકતા, સમર્પણ અને હિંમત માટે યુએન શાંતિ રક્ષા કામગીરીમાં સેવા આપી છે અને ચાલુ રાખ્યું છે.
 • 2021 માટેની થીમ: કાયમી શાંતિનો માર્ગ: શાંતિ અને સલામતી માટે યુવાનોની શક્તિનો લાભ.

Lakshmi Bhandar Project and two other initiatives launched in West Bengal

 • લક્ષ્મી ભંડાર પ્રોજેક્ટના ભાગરૂપે, ગરીબ પરિવારોને સરકાર તરફથી માસિક 500 રૂપિયા ભથ્થું મળશે.
 • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પરિવારો 1000 રૂપિયા મેળવવા માટે પાત્ર છે.
 • વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે 10 લાખ રૂપિયા સુધીની ઓછી વ્યાજની લોન લેવામાં સહાય માટે સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ પહેલ શરૂ કરવામાં આવી છે.