• 25 ફેબ્રુઆરી 2021 ના રોજ Toolkit મામલે ભારત સરકારે Social Media Platform માટે નવી ગાઈડલાઈન INFORMATION TECHNOLOGY (INTERMEDIARY GUIDELINES AND DIGITAL MEDIA ETHICS CODE) RULES, 2021 જાહેર કરેલી હતી જેનો 3 મહિનામાં અમલ કરવાનો સમય આપવામા આવ્યો હતો જે 25 મે ના રોજ પુરો થયો છે.
  • સરકારની સોશિયલ મીડિયા માટેની ગાઈડલાઈન:
    1. સરકારને વાંધાજનક ગણાય તે Content Social Sites એ 36 કલાકમાં દૂર કરવી પડશે, અન્યથા તેની સામે Criminal પગલાં લેવાશે.
    2. તમામ સોશિયલ મીડિયાએ ભરતમાં તેનાં 3 અધિકારીઓ, Chief Compliance officer અને Nodal Content Person, Resident Complain Resolver Officer ની નિયુક્તિ કરવી. આ લોકો ભારતમાં રહેતા હોવા જોઇએ, તેમના સંપર્ક નંબર App પર તેમજ Website પર દર્શાવવાના રહેશે.
    3. Automated Tools and Technic થી એવી સિસ્ટટમ બનાવવી કે જેના દ્વારા રેપ, બાળકોનું યૌનશોષણ જેવી Content અલગ તારવી શકાય અને platform પરથી હટાવવામાં આવે. આવા Tools ને કર્યરત રાખવા સક્ષમ સ્ટાફ સતત હાજર હોવો જોઇએ.
    4. ફરિયાદ નોંધાવવા માટેની શું વ્યવસ્થા છે ? – અધિકારિઓએ 24 કલાકમાં ફરિયાદ પર ધ્યાન આપવાનું રહેશે અને 15 દિવસમાં પગલાં લીધાં તે દર્શાવવાનાં રહેશે.
    5. Platform દ્વારા માસિક રિપોર્ટ જાહેર કરવામાં આવે જેમાં ફરિયાદો નિવારણ માટે શું પગલાં લેવાયાં તેની જાણ કરવામાં આવે. જે Link કે Content હટાવાઈ હોય તેની માહિતી આપવી.
    6. Users ને Platform ની Action સામે અપીલ કરવાની તક આપવામાં આવે અને ફરિયાદ નિવારણ ઓફિસર સતત તેની પર નજર રાખે.
  • 50 લાખથી વધુ Users ધરાવતા તમામ સોશિયલ મીડિયા ને આ નિયમો લાગુ પડશે.
  • સુબોધ જયસ્વાલની CBI (Central Bureau of Investigation) ના નવા Director તરીકે નિમણૂક કરવામાં આવી છે.
  • તેઓ 1985ની Batch ના IPS છે અને હાલમાં CISF ના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે.
  • CBI Director ની નિમણૂક કેવી રીતે થાય છે ?
    • CBI Director ની નિમણૂંક, (Selection Committee) પસંદગી સમિતિની ભલામણ પર (Appointment Committee) નિમણૂક સમિતિ દ્વારા 2 વર્ષ કરતા ઓછા સમયગાળા ના હોય તે રીતે કરવામાં આવે છે.
    • નિમણૂંક સમિતિમાં વડાપ્રધાન (શ્રી નરેન્‍દ્ર મોદી) અધ્યક્ષ, વિરોધ પક્ષના નેતા (શ્રી અધીરરંજન ચૌધરી) અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (એન.વી. રામન્ના) ની High Power Panel હોય છે. – The Lokpal & Lokayukts Act 2013 દ્વારા આ ભલામણ કરવામાં આવી હતી.
    • Selection Committee દ્વારા 109 નામો પસંદ કરવામાં આવ્યા હતા તેમાંથી 10 નામો શોર્ટલીસ્ટ કરી Appointment Committee સામે મૂકવામાં આવ્યા હતા.
    • સુબોધ કુમાર જયસ્વાલ હવે 2 વર્ષ માટે હોદ્દા ઉપર રહેશે. 
  • રાજ્ય ચૂંટણી આયોગના સચિવ તરીકે Retired IAS બી.સી. બ્રહ્મભટ્ટ ની નિયુક્તિ કરવામાં આવી છે.
  • પૂર્વ ચૂંટણી અધિકારી IAS ડૉ. એસ. મુરલી ક્રિષ્ણને સરકારે આદિજાતિ વિકાસ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કર્યા છે.
  • 22 મે 2021 ની આસપાસ ઉત્તર અંદમાન સમુદ્ર પર અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીની બાજુમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થઈ અને તે વધુ એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બન્યું, જેને ‘ચક્રવાત યાસ’ નામ આપવામાં આવ્યું.
  • ઓમાન દ્વારા ચક્રવાતનું નામ યાસ રાખવામાં આવ્યું છે.
  • આ શબ્દ પર્સિયન ભાષામાંથી આવ્યો છે અને અંગ્રેજીમાં તેનો અર્થ ‘જાસ્મિન’ છે
  • ચક્રવાતનું નામ કેવી રીતે આપવામાં આવે છે?
    વર્લ્ડ મીટિઓરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન / સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગ માટે એશિયા અને પેસિફિક (WMO/ESCAP) પેનલ પરના 13 દેશો ચક્રવાતનું નામ આપે છે.
  • ભારતીય રાજ્યોને પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ અને મેઘાલયને અસર થવાની સંભાવના છે.
  • બંગાળની ખાડી અને ચક્રવાત યાસ:

    • બંગાળની ખાડી અરબી સમુદ્રની તુલનામાં લગભગ પાંચ ગણા ચક્રવાત જોવા મળે છે. આ ઉપરાંત, ખાડીમાં આવેલા ચક્રવાત વધુ મજબૂત અને જીવલેણ છે.

    • બંગાળની ખાડી સતત ગંગા અને બ્રહ્મપુત્રા જેવી વિશાળ નદીઓ દ્વારા તાજા પાણીને ઉમેરે છે. નદીનું પાણી જે ખાડીમાં ખાલી થાય છે તે સપાટી પર ગરમ થાય છે અને ભેજની જેમ વધે છે.

    • આને લીધે પાણીના ગરમ સ્તરો નીચે પાણીના ઠંડા સ્તરો સાથે યોગ્ય રીતે ભળી જવું મુશ્કેલ બને છે, સપાટીને હંમેશાં ગરમ રાખે છે અને તેના ઉપર કોઈપણ સંભવિત ચક્રવાતને બનાવવા તૈયાર રહે છે.

    • ચક્રવાત યાસ એ જ પ્રક્રિયાનું પરિણામ છે અને તેનો ઉદ્દભવ પૂર્વ બંગાળની ખાડીમાં થયો છે.