તાજેતરના સંઘર્ષના કારણો

 • Al-Aqsa Mosque (અલ-અક્સા મસ્જિદ) માં અથડામણJerusalem (જેરૂસલેમ) ની અલ-અક્સા મસ્જિદ ના દંંગામાં ઇઝરાઇલી પોલીસ, પેલેસ્ટેનીઓ સાથે ઘર્ષણમાં આવી ત્યારે 160 થી વધુ લોકો ઘાયલ થયા.
 • જેરૂસલેમના ઓલ્ડ સિટીમાં આવેલ અલ-અક્સા મસ્જિદ સંકુલ ઇસ્લામના 3 પવિત્ર સ્થાનો પૈકીનું એક પ્રખ્યાત સ્થાન છે.
 • પૂર્વ જેરુસલેમના કેટલાક પેલેસ્ટેની પરિવારોને ઇઝરાયેલી પોલીસ દ્વારા કાઢી મૂકવું:
 • ઇઝરાયેલનો West Bank પરનો કબજો:-  ઈ.સ. 1967 ના ઇઝરાયેલ અને આરબો વચ્ચે થયેલા યુદ્ધમાં ઇઝરાયેલે માત્ર 6 દિવસમાં જીત હાંસલ કરી જોર્ડનથી પૂર્વ જેરૂસાલેમ કબજે કર્યું હતું.
 • પેલેસ્ટાઈન દ્વારા આ મુદ્દે United Nations માં લઈ જવાતા ઈઝરાયેલના આ કબજાને સ્થગિત કરવામાં આવ્યો હતો જેનો હજી સુધી ઉકેલ આવ્યો નથી.

સંઘર્ષની પૃષ્ઠભૂમિ:- 

 • આ સંઘર્ષ શરૂઆત 20મી સદીની શરૂઆતમાં છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, 3 લાખથી વધુ યહૂદીઓ પેલેસ્ટાઇનમાં સ્થળાંતર કરીને ફરી વસી ગયા અને નવા દેશની માંગ કરી.
 • 1947 માં United Nation એ પેલેસ્ટાઇનને આરબો અને યહૂદીઓ વચ્ચે વિભાજિત કરવા માટે મત આપ્યો.
 • યહૂદી રહેવાસીઓએ કરાર સ્વીકાર્યો અને 1948 માં ઇઝરાઇલનને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યો, જ્યારે આરબોએ આ કરારને નકારી કાઢ્યો હતો.

ઇઝરાઇલ પેલેસ્ટાઇન સંઘર્ષ પર ભારતનું વલણ:- 

 • ભારત, 2-રાજ્યના સમાધાનમાં માને છે.
 • તે ઇઝરાઇલ સાથેના ભારતના વધતા જતા સંબંધને જાળવવા સાથે એક સ્વતંત્ર ઇઝરાયેલ અને સ્વતંત્ર પેલેસ્ટાઇનની સ્થાપનાને સમર્થન આપે છે.
 • તાજેતરના સંઘર્ષ પર, ભારતે બંને પક્ષોને આદેશ આપ્યો છે કે જમીન પરની પરિસ્થિતિમાં ફેરફાર કરવાનું ટાળી બંન્ને દેશો શાંતિ જાળવે.

Israel Iron Dome- ઇઝરાઇલનો આયર્ન ડોમ રોકેટ્સને કેવી રીતે અટકાવે છે ?

 • આયર્ન ડોમ પાસે ત્રણ મુખ્ય સિસ્ટમો છે જે એક સાથે કામ કરે છે.
 • તે તેના નક્કી કરેલા ક્ષેત્ર પર એક કવચ પૂરો પાડવા માટે તેમજ દુશ્મનની ગતિવિધિઓને જવાબ આપવા સાથે મળીને કામ કરે છે.
 • તેમાં Incoming જોખમો, Battle Management અને હથિયાર નિયંત્રણ સિસ્ટમ (BMC) સાથે  મિસાઇલ ફાયરિંગ યુનિટ જોવા માટે એક ટ્રેકિંગ રડાર હોય છે.
 • તે દિવસ અને રાત સહિત તમામ હવામાન પરિસ્થિતિઓમાં સુરક્ષા આપવા સક્ષમ છે.
 • આ આયર્ન ડોમ ને  Rafael Advanced Defense Systems  અને Israel Aerospace Industries દ્વારા બનાવવામાંંઆવ્યું છે.
 •  તેને 2011 થી Deploy (તૈનાત) કરવામાં આવ્યુ છે.