કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ આજે નિપુણ ભારત કાર્યક્રમ શરૂ કર્યો જેનો ઉદ્દેશ 3થી 9 વર્ષની વયજૂથમાં બાળકોની શૈક્ષણિક જરૂરિયાતોને આવરી લેવી અને આધારભૂત તબક્કામાં સંપૂર્ણ, સંકલિત, સર્વસમાવેશક, આનંદદાયક અને રસપ્રદ શિક્ષણનો અનુભવની કલ્પના કરવી.