Current Affairs

Daily Current Affairs News Notes – 03 May 2021

  1. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને State Disaster Response Fund (SDRF) માટે રૂ 8873 કરોડ ફાળવવામાં આવ્યા
    • નાણાકીય વર્ષ 2021-22 માટેના રાજ્યોના SDRF ના કેન્દ્રીય શેરનો આ પ્રથમ હપ્તો છે, જે સામાન્ય સમય પહેલાં રાજ્યોને આપવામાં આવ્યો છે.
    • કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યો COVID-19 સામે પગલા લેવા 50% જેટલી રકમનો ઉપયોગ કરી શકે છે. જેમાં ઓક્સિજન બનાવટ, વેન્ટિલેટર વગેરેના ખર્ચને પહોંચી વળવા માટે થઈ શકે છે.
    • Disaster Management Act, 2005 હેઠળ, કોઈપણ સૂચિત આપત્તિ દરમિયાન બચાવ અને રાહત ખર્ચને પહોંચી વળવા રાષ્ટ્રીય સ્તરે National Disaster Response Fund (NDRF) અને રાજ્ય સ્તરે SDRF બનાવવામાં આવ્યા હતા.
    • વર્ષ 2018 થી કેન્દ્ર સરકારે તેના યોગદાનમાં 90% વધારો કર્યો અને બધા રાજ્યો SDRF માં 10% ફાળો આપશે. જે નાણાપંચની ભલામણો મુજબ બે સમાન હપ્તામાં બહાર પાડવામાં આવે છે.
    • SDRF નો ઉપયોગ ફક્ત પીડિતોને તાત્કાલિક રાહત આપવા માટે કરવામાં આવે છે.
    • SDRF હેઠળની આપત્તિઓ: ચક્રવાત, દુષ્કાળ, ભૂકંપ, આગ, પૂર, વગેરે.
      • ગત વર્ષે, ગૃહ મંત્રાલયે SDRF હેઠળ સહાય પૂરી પાડવાના હેતુથી કોવિડ -19 ને એક સૂચિત આપત્તિ ગણાવી હતી.
      • આ ઉપરાંત, રાજ્ય સરકાર સ્થાનિક આફતો માટે 10% જેટલુ ભંડોળનો ઉપયોગ કરી શકે છે, જે જાહેર થયેલ આપત્તિઓની સૂચિમાં સામેલ નથી.
Source

2. World Press Freedom Day

Source
  • UNESCO ની General Conference ની ભલામણથી ૩જી ડિસેમ્બર 1993 માં UN General Assembly એ “વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ” ની ઘોષણા હતી.
  • વર્ષ 2021 ની થીમ: “Information as a Public Good” છે.
  • ઓડિશા રાજ્યએ પત્રકારો (Journalists) ને ‘frontline COVID-19 warriors’ જાહેર કર્યા.
    • ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકે તાજેતરમાં જ રાજ્યના કાર્યકારી પત્રકારોને ‘ફ્રન્ટલાઈન કોવિડ -19 વોરિયર્સ‘ તરીકે જાહેર કર્યા છે અને COVID-19 મહામારી માં મરણ પામેલા એક પત્રકારના સગાના પરિવારને 15,00,000 ની માતબર રકમ આપવાની જાહેરાત કરી છે.

3. Vitamin C

Source
  • વિટામિન C એ હેલ્થ માટે એક મહત્વપૂર્ણ પોષક છે.
  • વિટામિન સી ના ફાયદાઓ:
    • Antioxidant તરીકે, તે શરીરમાંથી Reactive Oxidative Species (ROS) તરીકે ઓળખાતા અનિચ્છનીય પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે.
    • તે શરીરને Iron (લોહ) શોષવા મદદ કરે છે.
    • તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
    • તે Immune System boost (વધારે) છે.
    • તે શરીરના collagen, L-carnitine, અને કેટલાક Neurotransmitters ને મદદ કરે છે.
  • (Source) સ્રોત: સાઇટ્રસ ફળો, જેવા કે Orange Juice, Strawberries, Broccoli, Brussels Sprouts, બટાટા, વગેરે.
  • આહારમાં વિટામિન સીનો સતત અભાવને કારણે scurvy(સ્કર્વી) નામની બિમારી થઈ શકે છે.