Daily Current Affairs News Notes – 12 May 2021
1. Central Vista Project
- Lutyens’ Delhi માં સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ માં ચાલી રહેલા બાંધકામ પર COVID-19 મહામારી મધ્યે વચગાળાના સ્ટેની માંગ માટેની અરજી સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં કરવામાં આવી હતી.
- સેન્ટ્રલ વિસ્ટા એ એક ધરોહર (Heritage) વિસ્તાર છે, જેને 1962 ની દિલ્હીના Master Plan માં સમૃદ્ધ સંસ્કૃતિની આકાંક્ષાઓને પહોંચી વળવા એક મહત્વપૂર્ણ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
- તેમાં નવું ત્રિકોણાકાર સંસદ બિલ્ડિંગ (Parliament Building), કેન્દ્ર સરકાર ની કચેરીઓ માટે એક સામાન્ય સચિવાલય (Common Secretariat), વડા પ્રધાનની ઓફિસ (Prime Minister’s Office – PMO) અને નિવાસસ્થાન (Residence), Special Protection Group Building અને Vice-President Enclave બાંધવાની યોજના છે.
- Central Public Words Department આ પ્રોજેક્ટ પાર કામ કરી રહ્યા છે.
- સેન્ટ્રલ વિસ્ટા ની જરૂરીયાત છે ?
- વર્તમાન પાર્લામેન્ટને ઈ.સ.1927 માં બનાવવામાં આવ્યું હતું. આ ગૃહ ને વિધાન પરિષદ (Legislative Council) માટે બનાવવામાં આવ્યું હતું. દ્વિગૃહી(Bicameral) વિધાનસભા રાખવા તેનો હેતુ ન હતો. – હાલમાં આપણી સંસદીય પ્રણાલી Bicameral પ્રકારની છે.
- જો નવી સંસદ બિલ્ડિંગ (Central Vista માં) બનશે તો તેમાં 900 થી 1200 સાંસદોની બેઠક માટેની ક્ષમતા રહેશે. – જે 2026 પછી વસ્તીના આધારે વધનાર સાંસદો માટે જરૂરી રહેશે.
- હાલની બિલ્ડિંગ માં સુરક્ષા ના ધોરણો નથી જેમ કે ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સામે સલામતી પુરવાર નથી થતી.
- Lutyen’s Delhi:
- British Architect એડવિન લ્યુટિયન્સ (1869-1944) ના નામ પર રાખવામાં આવ્યું, જે ઈ.સ. 1920 અને 1930 ના દાયકામાં Architecture Design અને Building ના મોટા ભાગના બાંધવકામમાં નામ ધરાવતા હતા.
- એડવિન લ્યુટિયન્સ સાથે, હર્બર્ટ બેકરે પણ દિલ્હીની ઇમારતોની રચના કરી હતી.

2. National Technology Day
- નેશનલ ટેક્ નોલોજી દિવસનો ઉદ્દેશ્ય ભારતીય વિજ્ઞાનીઓ(Scientists), ઇજનેરો (Engineers) ની વૈજ્ઞાનિક (Scientific) અને તકનીકી (Technical) સિદ્ધિઓને યાદ કરાવવાનો છે.
- આ દિવસનું નામ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ રાખ્યું હતું.
- 11 મે, 1999 ના રોજ પ્રથમવાર મનાવવામાં આવ્યો હતો.
- દર વર્ષે, Technology Development Board of India ઉજવણી ના ભાગરૂપે Science અને Technology ક્ષેત્રે આપેલા યોગદાન બદલ National Awards આપવામાં આવે છે.
- વર્ષ 2021 થીમ: “Science and Technology for a Sustainable Future”.
- મહત્વ:
- ભારતે 11 મે, 1998 ના રોજ પોખરણમાં પરમાણુ બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
- પોખરણ-II નામના ઓપરેશનમાં ભારતે તેની શક્તિ-1 પરમાણુ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જેને ઓપરેશન શક્તિ તરીકે ઓળખવામાં આવે છે, જેનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામે કર્યું હતું.
- આ જ દિવસે, ભારતે ત્રિશૂલ મિસાઇલ (Surface to Air ટૂંકા અંતરની મિસાઇલ) નું સફળ પરીક્ષણ ચલાવ્યું હતું અને તેનું પહેલું સ્વદેશી વિમાન – ‘હંસા – 3’ હતું.

For More Current Affairs News:- Click here…