Daily Current Affairs News Notes – 11 May 2021
1. Mucormycosis – Black Fungus (મ્યુકોર્માયકોસિસ – બ્લેક ફૂગ)
- આ એક દુર્લભ ગંભીર ફંગલ ઇન્ફેક્શન છે જે તાજેતરમાં જ સંખ્યાબંધ COVID-19 દર્દીઓમાં જોવા મળ્યું છે.
- તે ત્વચા (ચામડી)માં થાય છે અને ફેફસાં અને મગજને પણ અસર કરે છે.
- તે પર્યાવરણમાં કુદરતી રીતે હાજર મ્યુકોરમીસેટ્સ (mucormycetes) તરીકે ઓળખાતા મોલ્ડના જૂથ (group of moulds)ને કારણે થાય છે.
- તે મુખ્યત્વે એવા લોકોને અસર કરે છે જે આરોગ્યની સમસ્યાઓ માટે દવાઓ લઈ રહ્યા હોય છે.
- જે કુદરતી રીતે રોગ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે છે.
- રોગના ચેતવણીના સંકેતોમાં તાવ, માથાનો દુખાવો, ખાંસી, શ્વાસની તકલીફ, લોહિયાળ, ઉલટી અને બદલાયેલી માનસિક સ્થિતિ, આંખો અથવા નાકની આસપાસ દુખાવો અને લાલાશ શામેલ છે.

2. A Comparision of all COVID-19 vaccine that could be Available
(હાલમાં ઉપલબ્ધ બધી COVID-19 રસીની તુલના)
Vaccine (રસી) | Type of Vaccine | Dose and Time Gap | Storage and Expiry | Efficacy (અસરકારક) |
AstraZeneca (Covishield From Serum Institute of India, Pune) | Adenovirus Vector Platform | 2 Injections, 12 week gap | 2 to 8 degree Celsius | 82.4% when the dosing interval is stretched to 12 weeks or more |
CoVaxin (Bharat Biotech, Hyderabad) | inactivated whole virion platform | 2 Injections, 4-8 week gap | 2 to 8 degree Celsius | 81% at a 4 week interval between two doses |
Sputnik V (Gamaleya -Russia & Dr. Reddy’s) | Adenovirus Vector Platform | 2 Injections, 12 week gap | -18 degree Celsius (Liquid Form) and 2-8 degree Celsius (Dry Form) | 91.6% Efficacy |
ભારતે હજુ સુધી પરવાનગી આપી નથી.
Vaacine (રસી) | Type of Vaacine | Dose and Cold Chain | Safety (સુરક્ષા) | Efficacy (અસરકારક) |
Johnson & Johnson | Adenovirus Vector Platform | Single Dose & Storage Temperature of 2-8 degree celcius | Safe Vaccine with Mild to Moderate side effects | 66% protective against moderate to sever COVID infections – overall from 28 days after injection |
Pfizer – BioNTech | Genetic materials or mRNA | 2 Full doses with a gap of 21 days and storage temp. of -70 degree celcius | safe vaccine with mostly mild to moderate side effects | 95% after the second dose |
Moderna | Genetic materials or mRNA | 2 Full doses with a gap of 28 days and storage temp. of -20 degree celcius | safe vaccine with mostly mild to moderate side effects | 94% after the second dose |
Sinopharm and Sinovac | Inactivated Vector | Two Full Dose & Storage Temperature of 2-8 degree celcius | safe vaccine with mostly mild to moderate side effects | Sinopharm – 79% and Sinovac – 50% |
3. 5G Technology અને COVID-19 ના પ્રસાર વચ્ચે કોઈ સંબંધ નથી

- સંચાર મંત્રાલયના Department of Telecommunications (DoT)ના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાંક ગેરમાર્ગે દોરતા સંદેશા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વહેતા થયા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, 5જી મોબાઇલ ટાવરના પરીક્ષણને કારણે કોરોના વાયરસની બીજી લહેર પેદા થઈ છે.
- ટેલીકોમ વિભાગે જાહેર કરેલા અખબારી નિવેદન મુજબ, આ સંદેશા ખોટા છે અને એમાં ખરેખર કોઈ સત્ય નથી.
- અખબારી નિવેદનમાં જાણકારી આપવામાં આવી છે કે, જાહેર જનતાને અહીં માહિતી આપવામાં આવે છે કે, 5જી ટેકનોલોજી અને કોવિડ-19ના પ્રસાર વચ્ચે કોઈ સંબંધ નથી તથા જનતાને આ સંબંધમાં ફેલાવવામાં આવેલી ખોટી માહિતી અને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવાઈ જવાની અપીલ કરવામાં આવી છે.
- કોવિડ-19 રોગચાળા સાથે 5જી ટેકનોલોજીને જોડતા દાવાઓ ખોટા છે અને એનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. ઉપરાંત આ જાણકારી આપવામાં આવી છે કે, 5જી નેટવર્કનું પરીક્ષણ ભારતમાં કોઈ પણ જગ્યાએ હજુ શરૂ થયું નથી. એટલે 5જી પરીક્ષણો કે નેટવર્કથી ભારતમાં કોરોનાવાયરસ ફેલાયો હોવાનો દાવો પાયાવિહોણો અને ખોટો છે.
- Mobile Towers માંથી non-ionization Radio Frequency પેદા થાય છે, જે અતિ ઓછી ઊર્જા ધરાવે છે અને માનવજાત સહિત જીવિત કોષોને કોઈ પણ પ્રકારનું નુકસાન કરવા સક્ષમ નથી.
- ટેલીકોમ વિભાગ (DoT)એ Radio Frequency ની ઉત્સર્જનની મર્યાદા (એટલે કે બેઝ સ્ટેશન ઉત્સર્જન) માટે નિયમો બનાવ્યાં છે, જે International Commission on Non-Ionizing Radio Protection દ્વારા સૂચિત અને WHO એ ભલામણ કરેલી સલામત મર્યાદાથી 10 ગણા વધારે કડક છે.