Daily Current Affairs News Notes - 21 May 2021

1. Agriculture Minister Launches Honey Testing Laboratory on the occasion of World Bee Day (20 May)

 • વર્ષ 2017 થી 20 મે ના રોજ World Bee Day (વિશ્વ મધમાખી દિવસ) ઉજવવામાં આવે છે.
 • આ નિમિત્તે કૃષિ પ્રધાને Indian Agriculture Research Institute (IARI), New Delhi ખાતે Honey Testing Laboratory ની શરૂઆત કરી છે.
 • મધમાખીઓ માટે સરકારી પગલાંઓ:
  1. રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન: વર્ષ 2020 માં Central Sector Scheme હેઠળ, National Bee Board ની સ્થાપના કરવામાં આવી છે જે મધમાખીના વૈજ્ઞાનિક પધ્ધતિની ઉછેર કરવા માટે કાર્ય કરે છે.
  2. Madhu Kranti (Sweet Revolution) Portal : મધ અને અન્ય મધમાખી ઉત્પાદનોના સ્રોતને ટ્રેક કરવા માટે અને ઓનલાઇન નોંધણી કરવા માટે ની સિસ્ટમ.
  3. ખાદી ગામ અને ઉદ્યોગ સમિતિના પ્રયત્નોથી મધમાખી ઉછેર કરનારાઓના EPFO એ સમિતિઓ બનાવવી છે. 
 • મધમાખી વિશે:
  • મધમાખીઓ ફૂલોના છોડની જાતોમાં વિવિધતા વચ્ચે પરાગ ટ્રાન્સફર કરીને છોડને જીવંત રાખવા અને પુન:ઉત્પાદન કરવામાં મદદ કરે છે.
  • તેઓ મધપૂડો (વસાહતો) માં રહે છે અને તેનોને સભ્યો પ્રમાણે રાણી (Queen), કામદારો અને ડ્રોન તરીકે, કાર્યના આધારે, ત્રણ પ્રકારોમાં વહેંચવામાં આવે છે.
  • પરાગનયન સિવાય, તેઓ મધ અને મીણનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાકના પૂરક તરીકે થાય છે. તેમજ બિમારીઓની સારવારમાં અથવા કોસ્મેટિક્સમાં, સાબુ વગેરે માં થાય છે.
  • મધ અને મધપૂડોને એકઠું કરવા માટેના રોજગારને એપીકલ્ચર(Apiculture) તરીકે ઓળખાય છે.
  • તાજેતરના સમયમાં, જમીનના વપરાશ, જંતુનાશકો, સઘન કૃષિ અને હવામાન પરિવર્તનને લીધે, ઘણી મધમાખી પ્રજાતિઓ જોખમમાં છે.

2. Mucormycosis has been declared as Pandemic

 • દેશના સંખ્યાબંધ રાજ્યમાં બ્લેક ફંગસ (Black Fungus) ના વધી રહેલા કેસને ધ્યાનમાં લેતા કેન્‍દ્ર સરકારે Black Fungus Mucormycosis ને Epidemic Disease Act 1897 અંતર્ગત મહામારી જાહેર કરી છે.  
 • મહામારી જાહેર થતા દરેક સરકારી અને ખાનગી હોસ્પિટલોએ બ્લેક ફંગસના કેસ જાહેર કરવા પડશે.
 • મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ) શુ છે?
  • તે mucormycetes તરીકે ઓળખાતા ફંગલ જીવને કારણે લગતો ચેપ છે. તેને કાળી ફૂગ કહેવામાં આવે છે કારણ કે તેનાથી નાક કાળુ થઇ જાય છે.
  • ફૂગ ભારતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શરીરની કાર્યરત રોગપ્રતિકારક શક્તિ (Immune System) તેની સામે લડે છે.
  • American CDC અનુસાર મ્યુકોરમાઈકોસિસનો મૃત્યુ દર 54% જેટલો છે.
 • હાલમાં વધુ પડતુ પ્રમાણ કેમ?
  • અત્યારે કોવિડ -19 ની ભૂલ ભરેલી સારવાર અથવા કેટલાક steroids ના અતિશય વપરાશના પરિણામે આ બિમારી વધારે પડતી સામેે આવી છે, જે લોકોમાંં ડાયાબિટીસનું પ્રમાણ વધુ છે, તેમને વધુ તકલીફમાં મુકાય છે.

વઘુ માહિતી માટે અહીં ક્લિક કરો…

3.Antarctica Glacier - World's Biggest Iceberg A-76

 • એન્ટાર્કટિકામાં પશ્ચિમ હિસ્સામાં આવેલ Ronne Ice Shelf  માંથી આ A-76 નામનો હિમખંડ અલગ થઈ ગયો જે વિશ્વનો સૌથી મોટો આઈસબર્ગ છે.
 • તેની લંબાઈ 170 કિ.મી. અને પહોળાઈ 25 કિ.મી. તેેેમજ તેનુ સંપૂર્ણ કદ 4320 sq.km. જેટલું છે.
 • European Space Agency Satellite Copernix Sentinental દ્વારા તેની તસવીર લેવામાં આવી છે.
 • Climate Change ની અસરથી એન્ટાર્કટિકામાં બરફ પીગળી રહ્યો છે.
 • બરફ પીગળવાથી સમુદ્રનું સ્તર વધી શકે છે.

4. MyLab CoviSelf Rapid Antigen Test

 • ભારતની પ્રથમ કોવિડ -19 સ્વ-પરીક્ષણ કિટ, ICMR દ્વારા તાજેતરમાં માન્ય કરવામાંં આવી છે.
 • આ કિટને પૂણે, મહારાષ્ટ્રમાં સ્થિત MyLab Discovery Solutions દ્વારા બનાવવામાં આવી છે.
 • આ કિટની મદદથી ઘરે બેઠા કોરોનાનો Rapid Antigen Test કરી શકાશે.
 • કિટનો ઉપયોગ કરનાર દરેકએ Google PlayStore અને iOS Store માં ઉપલબ્ધ Home Testing Mobile App ડાઉનલોડ કરવાની રહેશે.
 • આ મોબાઈલ એપ દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા અને પરિણામ જાહેર કરવામાં આવશે.
 • આ મોબાઇલ એપ ના ડેટાને ICMR Testing Portal સાથે કનેક્ટ કરવામાં આવશે.