Daily Current Affairs News Notes - 16 &17 May 2021

1. Tauktae Cyclone

 • તૌકતે નામનો ચક્રવાત, એ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ઉપર ઉદ્‍ભવેલો ઉષ્ણકટિબંધીય ચક્રવાત (Tropical Cyclone) છે.
 • તેનું નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે, જેનો નામનો અર્થ બર્મીસ માં ‘Gecko’ એટલે કે highly vocal lizard થાય છે.
 • આ ચક્રાવાતી વાવાઝોડુ તૌક્તે (જેનો ઉચ્ચાર તૌતે છે) જે કેરળના દરિયા કાંઠે – લક્ષદ્વિપ ટાપુઓ પરથી લઈ ગુજરાત સુધી વધુ ને વધુ તીવ્ર બનતું ગયું હતુ.
 • Tropical Cyclones:
  • ઉષ્ણકટિબંધીય ચક્રવાત હિંસક તોફાનો છે જે ગરમ ઉષ્ણકટિબંધીય મહાસાગરોથી ઉત્પન્ન થાય છે.
 • Tropical Cyclones ઉદ્‍ભવવા માટેના કારણો:
  • 27 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે તાપમાન સાથે મોટી સમુદ્ર સપાટી.
  • Coriolis Force (કોરિઓલિસ ફોર્સ)ની હાજરી.
  • Vertical (ઊભી) પવનની ગતિમાં નાના ફેરફારો.
  • પૂર્વે અસ્તિત્વમાં  આવેલા નબળા-લો-પ્રેશર વિસ્તાર અથવા નીચલા સ્તરની ચક્રવાત પરિભ્રમણ.
 • તૌકતે ચક્રવાતી વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યો :- લક્ષદ્વીપના ટાપુઓ, તમિલનાડુ (ઘાટ જિલ્લો), કેરળ, કર્ણાટક (દરિયાકિનારો અને ઘાટ જિલ્લો), ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ રાજસ્થાન.
 • ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, જામનગર, રાજકોટ અને મોરબી, વલસાડ, સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, આણંદ, ખેડા અને અમદાવાદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં નુકસાન થવાની સંભાવના.

2. Mobile Application Launched by CJI for Virtual Court Proceedings

 • Supreme Court ના મુખ્ય ન્યાયધીશે કેશની સુનાવણીમાં પત્રકારો વર્ચુઅલી ભાગ લઇ શકે તે માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે.
 • આ લોન્ચીંગ સમયે CJI એ કહ્યું કે Live Telecast થી લોકોને ન્યાયાલય પ્રત્યેના વિશ્વાસને વધારે છે.
  Gujarat High Court જેવી કેટલીક ઉચ્ચ અદાલતો પહેલેથી જ કોર્ટની કાર્યવાહીના આવા જીવંત પ્રસારને મંજૂરી આપી છે.
 • આ સિવાય સુપ્રીમ કોર્ટ દ્વારા Artificial Intelligence આધારિત અન્ય પ્લેટફોર્મ નો પણ ઉપયોગ કરે છે, જેમ કે…
  • SUPACE: The Supreme Court’s Portal for Assistance in Court’s Efficiency(SUPACE) આ પોર્ટલ થકી કોર્ટની કાર્યવાહીમાં જે કેશને સંબંધિત હકીકતો અને કાયદાઓ એકત્રિત કરી તેમને ન્યાયાધીશ માટે ઉપલબ્ધ કરાવે છે.
  • SUVAAS : તે સ્થાનિક ભાષાઓમાં SCના નિર્ણયોને ભાષાંતરીત કરવા માટે એક Neural Translator ના  સાધન તરીકે કામ કરે છે.

3. Green Urja Award 2021 - IREDA

 • Indian Renewable Energy Development Agency Ltd. IREDA ને વર્ષ 2021 માટેનો ગ્રીન ઉર્જા એવોર્ડ આપવામાં આવ્યો છે.
 • Indian Chamber of Commerce (ICC) દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે.
 • IRDEA – Ministry of New & Renewable Energy (MNRE) ના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરતી એકમાત્ર સંસ્થા છે જે નવીનીકરણીય ઊર્જા અને ભારતમાં ઉર્જા કાર્યક્ષમતા Energy Efficiency (EE) પ્રોજેક્ટ્સ માટે ફાઇનાન્સિંગ/ નાણા પુરા પાડે છે.

 

4. ઓડિશા રાજ્યની સરકાર રાજ્યના લોકોને CoWin વેબસાઇટ પર દર્શાવેલા જરૂરી પ્રમાણ પત્રો વગર COVID-19 ની રસી Vaccine આપશે.