2. ભૌતિક અને નાણાકીય મૂડી તથા માળખાગત ક્ષેત્ર સાથે સંબંધિત સુવિધાઓ
- ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજના (પીએલઆઈ)
- 13 ક્ષેત્રોમાં પીએલઆઈ યોજનાઓ માટે આગામી 5 વર્ષ માટે રૂ. 1.97 કરોડ.
- આત્મનિર્ભર ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા અને આ માટે પ્રોત્સાહન આપવા.
- કંપનીઓ ઉત્પાદનમાં મદદ કરવા, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય પુરવઠાની સાંકળનું અભિન્ન અંગ બને, મુખ્ય ક્ષમતાઓ હાંસલ કરે અને અત્યાધુનિક ટેકનોલોજીનો સ્વીકાર અને ઉપયોગ કરે.
- મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવું અને ઉત્પાદનને દુનિયામાં મહત્તમ દેશોમાં પહોંચાડવા.
- યુવાનોને રોજગારી પ્રદાન કરવી.
- ટેક્સટાઇલ્સ
- પીએલઆઈ ઉપરાંત મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ્સ પાર્ક્સ (એમઆઇટીઆરએ) યોજનાઃ
- 3 વર્ષમાં 7 ટેક્સટાઇલ પાર્ક્સ સ્થાપિત થશે.
- ટેક્સટાઇલ ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનશે, મોટું રોકાણ આકર્ષશે અને રોજગારીની તકોમાં વધારો થશે અને નિકાસને વેગ મળશે.
- નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) વધારીને 7,400 પ્રોજેક્ટ્સ:
- રૂ. 1.10 લાખ કરોડના આશરે 217 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે
- એનઆઇપી માટે ફંડ વધધારવા મુખ્યત્વે ત્રણ ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યોઃ
- સંસ્થાકીય માળખાનું સર્જન
- અસ્કયામતોનું મુદ્રીકરણ કરવા પર ભાર
- મૂડીગત ખર્ચનો હિસ્સો વધારવો
- સંસ્થાકીય માળખાનું સર્જનઃ સંસ્થાગત ધિરાણ
- સંસ્થાગત ધિરાણ માટે પ્રેરક, પ્રદાતા અને માધ્યમ તરીકે કામ કરવા ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટશન (ડીએફઆઇ) સ્થાપિત કરવા અને એનો ઉપયોગ કરવા રૂ. 20,000 કરોડ
- વર્ષમાં સૂચિત ડીએફઆઈ અંતર્ગગત રૂ. 5 લાખ કરોડના ધિરાણનો પોર્ટફોલિયો ઊભો કરવામાં આવશે
- સંશોધિત InvITs and REITs કાયદાઓ દ્વારા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ડેટ ધિરાણ ઊભું થઈ શકશે
- અસ્કયામતોનું મુદ્રીકરણ કરવા ભાર
- નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન શરૂ થશે
- અસ્કયામતોનું મુદ્રીકરણ કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં:
- રૂ. 5,000 કરોડના 5 કાર્યરત ટોલ રોડ NHAIInvITને હસ્તાંતરિત કરવામાં આવ્યાં
- રૂ. 7,000 કરોડના મૂલ્યની ટ્રાન્સમિશન અસ્કયામતો PGCILInvITને હસ્તાંતરિત કરવામાં આવશે
- રેલવે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અસ્કયામતો કાર્યરત થયા પછી કામગીરી અને જાળવણી માટે એનું મુદ્રીકરણ કરશે
- કામગીરી અને વ્યવસ્થામાં છૂટછાટ માટે એરપોર્ટના આગામી લોટનું મુદ્રીકરણ કરશે
- અસ્કયામત મુદ્રીકરણ કાર્યક્રમ અંતર્ગત અન્ય મુખ્ય માળખાગત અસ્કયામતોનું મુદ્રીકરણ હાથ ધરવામાં આવશેઃ
- GAIL, IOCL અને HPCLની ઓઇલ અને ગેસ પાઇપલાઇન
- ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં એએઆઈના એરપોર્ટ
- રેલવેની અન્ય માળખાગત અસ્કયામતો
- સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન અને નાફેડ જેવી સીપીએસઈની વેરહાઉસ અસ્કયામતો
- સ્પોર્ટ્સ સ્ટેડિયમો
- મૂડીગત બજેટમાં તીવ્ર વધારો
- વર્ષ 2021-22માં રૂ. 5.54 લાખ કરોડનો મૂડીગત ખર્ચ – જેમાં વર્ષ 2020-21માં ફાળવવામાં આવેલા રૂ. 4.12 લાખ કરોડથી 34.5 ટકાની ઊંચી વૃદ્ધિ
- રાજ્યો અને સ્વાયત્ત સંસ્થાઓને તેમના મૂડીગત ખર્ચ માટે રૂ. 2 લાખ કરોડથી વધારે
- આર્થિક બાબતોના વિભાગને વિવિધ પ્રોજેક્ટ/કાર્યક્રમો/સારી કામગીરી માટે વિભાગીય પ્રદર્શન માટે મૂડીગત ખર્ચ કરવા રૂ. 44,000 કરોડથી વધારે
- માર્ગો અને રાજમાર્ગોની માળખાગત સુવિધા
- માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય માટે અત્યાર સુધીની સૌથી વધુ રૂ. 1,18,101 લાખ કરોડની ફાળવણ – જેમાંથી મૂડી માટે રૂ. 1,08,230 કરોડ
- 5.35 લાખ કરોડની ભારતમાલા પરિયોજના અંતર્ગત, 13,000 કિલોમીટરથી વધારે લાંબાઈના માર્ગોનું નિર્માણ કરવા માટે રૂ. 3.3 લાખ કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યાં હતાં:
- 3,800 કિલોમીટરની લંબાઈ ધરાવતા માર્ગો અને રાજમાર્ગોનું નિર્માણ થઈ ગયું છે
- અન્ય 8,500 કિલોમીટરની લંબાઈ ધરાવતા માર્ગોનું નિર્માણ કરવામ ટે માર્ચ, 2022 સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવશે
- વધુ 11,000 કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય રાજમાર્ગ કોરિડોરનું નિર્માણ માર્ચ, 2022 સુધીમાં પૂર્ણ થશે
આર્થિક કોરિડોરનું આયોજન થયું છે:
- તમિલનાડુમાં 3,500 કિલોમીટરની લંબાઈના રાજમાર્ગોનું નિર્માણ કરવા માટે રૂ. 1.03 લાખ કરોડની ફાળવણી
- કેરળમાં 1,100 કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ કરવા રૂ. 65,000 કરોડનું રોકાણ
- પશ્ચિમ બંગાળમાં 675 કિલોમીટરના રાષ્ટ્રીય રાજમાર્ગો માટે રૂ. 25,000 કરોડ
- અસમમાં આગામી 3 વર્ષમાં 1300 કિલોમીટરના રાષ્ટ્રીય રાજમાર્ગોનું કામ હાથ ધરવા માટે રૂ. 34,000 કરોડ ફાળવવામાં આવશે, જે રાજ્યમાં હાલ ચાલુ રૂ. 19,000 કરોડના રાષ્ટ્રીય રાજમાર્ગોના નિર્માણ ઉપરાંતનું હશે
મુખ્ય કોરિડોર / એક્સપ્રેસવે:
- દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે – બાકીના 260 કિલોમીટરના એક્સપ્રેસવેનું નિર્માણ કરવાનો કોન્ટ્રાક્ટ 31.3.2021 અગગાઉ આપવામાં આવશે
- બેંગાલુરુ-ચેન્નાઈ એક્સપ્રેસવે – 278 કિલોમીટરના એક્સપ્રેસવેનું નિર્માણ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ થઈ જશે, વર્ષ 2021-22માં નિર્માણકાર્ય શરૂ થશે
- કાનપુર-લખનૌ એક્સપ્રેસવે – 63 કિલોમીટરનો એક્સપ્રેસવે રાષ્ટ્રીય રાજમાર્ગ 27ને વૈકલ્પિક રુટ પ્રદાન કરે છે, જેની શરૂઆત 2021-22માં થશે
- દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોર – 210 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ કોરિડોર ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ થશે; નિર્માણકાર્ય 2021-22માં શરૂ થશે
- રાયપુર-વિશાખાપટન – 464 કિલોમીટરનો કોરિડોર, જે છત્તિસગઢ, ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશમાંથી પસાર થશે, જેનો કોન્ટ્રાક્ટ ચાલુ વર્ષમાં આવશે, વર્ષ 2021-22માં નિર્માણકાર્ય શરૂ થશે
- ચેન્નાઈ-સાલેમ કોરિડોર – 277 કિલોમીટરના એક્સપ્રેસવેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે અને 2021-22માં નિર્માણકાર્ય શરૂ થશે
- અમૃતસર-જામનગગર – 2021-22માં નિર્માણકાર્ય શરૂ થશે
- દિલ્હી-કટારા – 2021-22માં નિર્માણકાર્ય શરૂ થશે
તમામ નવા 4 અને 6 લેન રાજમાર્ગોમાં અદ્યતન ટ્રાફિક વ્યવસ્થાપન વ્યવસ્થાઃ
- સ્પીડ રડાર
- વેરિએબલ મેસેજ સાઇનબોર્ડ
- જીપીએસ સક્ષમ રિકવરી વાન સ્થાપિત થશે
- રેલવે સાથે સંબંધિત માળખાગત સુવિધાઓ
- રેલવે માટે રૂ. 1,10,055 કરોડની ફાળવણી, જેમાંથી રૂ. 1,07,100 કરોડ મૂડીગગત ખર્ચ માટે
- નેશનલ રેલ પ્લાન ફોર ઇન્ડિયા (2030): વર્ષ 2030 સુધીમાં ભવિષ્ય માટે સજ્જ રેલવે વ્યવસ્થા ઊભી કરવા
- બ્રોડ-ગેજ રુટોનું 100 ટકા વીજળીકરણ ડિસેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ થશે
- વર્ષ 2021ના અંત સુધીમાં બ્રોડ ગેજ રુટ કિલોમીટર (આરકેએમ)નું વીજળીકરણ 46,000 આરકેએમ થશે એટલે કે 72 ટકા થઈ જશે
- વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી) અને ઇસ્ટર્ન ડીએફસી જૂન, 2022 સુધીમાં કાર્યરત થઈ જશે, જેથી લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે – જે મેક ઇન ઇન્ડિયાની વ્યૂહરચનાને સક્ષમ બનાવશે
- અન્ય સૂચિત પહેલો:
- ઇસ્ટર્ન ડીએફસીના સોનનગર-ગોમોહ વિભાગ (263.7 કિલોમીટર)ને 2021-22માં પીપીપી મોડમાં હાથ ધરવામાં આવશે
- ભવિષ્યના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટ્સ –
- ખડગપુરથી વિજયવાડા સુધી ઇસ્ટ કોસ્ટ કોરિડોર
- ભુવાસલથી ખડગપુરથી દાનકુની સુધી ઇસ્ટ-વેસ્ટ કોરિડોર
- ઇટારસીથી વિજયવાડા સુધી નોર્થ-સાઉથ કોરિડોર
પેસેન્જરની સુવિધા અને સલામતી માટે લેવામાં આવેલા પગલાં:
- શ્રેષ્ઠ પ્રવાસ માટે ટૂરિસ્ટ રુટ પર સુંદર ડિઝાઇન ધરાવતા વિસ્ટા ડોમ એલએચબી કોચ
- અતિ ગીચ નેટવર્ક અને અતિ ઉપયોગ થતાં નેટવર્ક રુટ સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ ધરાવશે, જેનાથી માનવીય ચૂકને કારણએ ટ્રેનનો અકસ્માત થવાની શક્યતા દૂર થશે
- શહેરી માળખાગત સુવિધાઓ
- શહેરી વિસ્તારોમાં મેટ્રો રેલ નેટવર્ક વધારીને અને સિટી બસ સેવાનું વિસ્તરણ કરીને સરકારી પરિવહનનો હિસ્સો વધારવામાં આવશે
- સરકારી બસ પરિવહનનું વિસ્તરણ કરવા એક નવી યોજના માટે રૂ. 18,000 કરોડ
- 20,000થી વધારે બસો દોડાવવા માટે નવીન પીપીપી મોડલ
- ઓટોમોબાઇલ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા, આર્થિક વૃદ્ધિને વેગ આપવા, આપણા યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન કરવા
- કુલ 702 કિલોમીટરની પરંપરાગત મેટ્રો કાર્યરત છે અને વધુ 1,016 કિલોમીટરની મેટ્રો અને આરઆરટીએસનું નિર્માણ 27 શહેરોમાં ચાલુ છે
- ટિઅર-2 શહેરો અને ટિઅર-1 શહેરોની આસપાસના વિસ્તારોમાં મેટ્રો જેવો અનુભવ આપવા મેટ અતિ ઓછા ખર્ચે મેટ્રો રેલ સિસ્ટમ પ્રદાન કરવા મેટ્રોલાઇટ અને મેટ્રોનીયો ટેકનોલોજીસ
- કેન્દ્ર સરકારે જે યોજનાઓ માટે ફંડ આપશેઃ
- રૂ. 1957.05 કરોડના ખર્ચે 11.5 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોચી મેટ્રો રેલવેના બીજા તબક્કા માટે
- રૂ. 63,246 કરોડના ખર્ચે 118.9 કિલોમીટરની લંબાઈ ધરાવતા ચેન્નાઈ મેટ્રો રેલવેના બીજા તબક્કા માટે
- રૂ. 14,788 કરોડના ખર્ચે 58.19 કિલોમીટરના બેંગાલુરુ મેટ્રો રેલવે પ્રોજેક્ટના તબક્કા 2એ અને 2બી માટે
- અનુક્રમે રૂ. 5,976 કરોડ અને રૂ. 2,092 કરોડના ખર્ચે નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને નાશિક મેટ્રો માટે
- વીજળીની માળખાગત સુવિધા
- 139 ગિગાવોટની સ્થાપિત ક્ષમતા અને 1.41 લાખ સર્કિટ કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી હતી અને વધુ 2.8 કરોડ કુટુંબોને છેલ્લાં 6 વર્ષમાં જોડવામાં આવ્યાં હતાં
- સ્પર્ધાત્મકતા વધારવા માટે ઉપભોક્તાઓને વિતરણ કંપની પસંદગી કરવાનો વિકલ્પ પ્રદાન કરવામાં આવશે
- નવરચિત, સુધારા આધારિત અને પરિણામ સાથે સંબંધિત નવી વીજ વિતરણ ક્ષેત્ર યોજના માટે 5 વર્ષ માટે રૂ. 3,05,984 કરોડ
- વિસ્તૃત નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન 2021-22 શરૂ થશે
- બંદર, જહાજ, જળમાર્ગો
- નાણાકીય વર્ષ 2021-22માં મુખ્ય બંદરોની કામગીરી માટે પીપીપી-મોડમાં રૂ. 2,000 કરોડના 7 પ્રોજેક્ટ ઓફર કરવામાં આવશે
- ભારતીય શિપિંગગ કંપનીઓને મંત્રાલયો અને કેન્દ્ર સરકારની કંપનીઓના આંતરરાષ્ટ્રીય ટેન્ડરમાં આગામી 5 વર્ષ દરમિયાન સબસિડી સ્વરૂપે રૂ. 1624 કરોડનો ટેકો મળશે
- વર્ષ 2024 સુધીમાં રિસાઇકલિંગ ક્ષમતા બમણી વધીને આશરે 4.5 મિલિયન લાઇટ ડિસપ્લેસમેન્ટ ટન (એલડીટી) થવાની અપેક્ષા, જેના પરિણામે વધુ 1.5 લાખ રોજગારીનું સર્જન થશે
- પેટ્રોલિયમ અને કુદરતી ગેસ
- 1 કરોડથી વધારે લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો
- આગામી 3 વર્ષમાં શહેરી ગેસ વિતરણ નેટવર્કમાં વધુ 100 જિલ્લાઓ ઉમેરાશે
- જમ્મુ અને કાશ્મીરમાં ગેસ પાઇપલાઇનનો નવો પ્રોજેક્ટ
- સંપૂર્ણપણે તટસ્થ રીતે ખુલ્લી પહોંચના આધારે તમામ કુદરતી ગેસ પાઇપલાઇનની સામાન્ય વહન ક્ષમતાના બુકિંગની સુવિધા અને સંકલન માટે સ્વતંત્ર ધોરણે ગેસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઓપરેટરની સ્થાપના થશે
- નાણાકીય મૂડી
- એક તર્કસંગત સીક્યોરિટીઝ માર્કેટ્સ આચારસંહિતા તૈયાર કરવામાં આવશે
- સરકાર જીઆઇએફટી – આઇએફએસસીમાં એક આંતરરાષ્ટ્રીય સ્તરનું ફિનટેક કેન્દ્ર વિકસાવવા માટે સાથસહકાર આપશે
- દબાણના સમયે અને સામાન્ય સમયગાળામાં કોર્પોરેટ બોંડ માર્કેટમાં ભાગીદારો વચ્ચે વિશ્વાસ પેદા કરવા માટે તથા સેકન્ડરી માર્કેટ લિક્વિડિટીને વધારવા એક સ્થાયી સંસ્થાગત માળખું તૈયાર કરવામાં આવશે
- રેગ્યુલેટેડ ગોલ્ડ એક્સચેન્જીસની સ્થાપના કરવામાં આવશેઃ આ માટે સેબીને એક નિયમનકાર સંસ્થા સ્વરૂપે અધિસૂચિત કરવામાં આવશે તથા વેર હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીને મજબૂત કરશે
- તમામ નાણાકીય રોકાણકારોના અધિકાર સ્વરૂપે ઇન્વેસ્ટર ચાર્ટર વિકસાવવામાં આવશે
- બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સૌર ઊર્જા નિગમમાં રૂ. 1,000 કરોડ અને ભારતીય પુનઃપ્રાપ્ય ઊર્જા વિકાસ સંસ્થામાં રૂ. 1,500 કરોડની મૂડી ઉમેરવામાં આવશે.
- વીમા ક્ષેત્રમાં એફડીઆઈમાં વધારો
- એફડીઆઇની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવી તથા વિદેશી માલિકીને મંજૂરી આપવી તથા સલામતી સાથે નિયંત્રણ
- બોજ ધરાવતી અસ્કયામતોનું સમાધાન
- એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ અને એસેટ મેનેજમેન્ટ કંપનીની સ્થાપના થશે
- સરકારી બેંકોનું પુનઃમૂડીકરણ
- વર્ષ 2021-22માં સરકારી બેંકોની નાણાકીય ક્ષમતાને મજબૂત કરવા માટે રૂ. 20,000 કરોડની જોગવાઈ
- ડિપોઝિટની સુરક્ષા
- ડીઆઇસીજીસી ધારા, 1961માં સંશોધન કરવાની દરખાસ્ત છે, જેથી આ જોગવાઈઓને સ્ટ્રીમ લાઇન કરી શકાય અને બેંકમાં નાણાકીય જમા કરતાં લોકો સરળતાપૂર્વક સમયસર પોતાની જમા રકમને વીમાકવચની મર્યાદા સુધી મેળવી શકે.
- નાના ઋણધારકોના હિતોને જાળવવા અને ધિરાણ વ્યવસ્થામાં સુધારો કરવા માટે એ એનબીએફસી માટે જેની લઘુતમ અસ્કયામત રૂ. 100 કરોડ સુધી હોય શકે છે, સીક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીક્યોરિટી (સરફેસી) કાયદા, 2002 અંતર્ગત ઋણની વસૂલાત માટે લઘુતમ ઋણની મર્યાદા હાલની રૂ. 50 લાખથી ઘટાડીને રૂ. 20 લાખ કરવામાં આવશે.
- કંપની સંબંધિત બાબતો
- લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ (એલએલપી) કાયદા 2008ને અપરાધમુક્ત બનાવવામાં આવશે.
- કંપની ધારા, 2013 અંતર્ગત લઘુ કંપનીઓની પરિભાષામાં સંશોધન કરવામાં આવશે, જે અંતર્ગત ચુકવવામાં આવેલી મૂડી રૂ. 50 લાખથી વધારે ન હોવાને સ્થાન મહત્તમ રૂ. 2 કરોડ તથા વેપારની લઘુતમ મર્યાદા 2 કરોડથી વધારે ન હોવાને સ્થાને રૂ. 20 કરોડથી વધુ નહીં હોય એ નક્કી થશે.
- વન પર્સન કંપનીઝ (ઓપીસી)ની રચનાને પ્રોત્સાહન આપીને સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સને પ્રોત્સાહનઃ
- પેઇડ અપ મૂડી અને ટર્નઓવર પર કોઈ પણ પ્રકારના નિયંત્રણો વિના તેમની વૃદ્ધિને મંજૂરી આપવી
- કોઈ પણ સમયે કંપનીને અન્ય પ્રકારમાં પરિવર્તન કરવાની મંજૂરી
- કોઈ પણ ભારતીય નાગરિક માટે ઓપીસી સ્થાપિત કરવા રોકાણનો ગાળો 182 દિવસથી ઘટાડીને 120 દિવસ કરવો
- બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને ભારતમાં ઓપીસીની રચના કરવાની સુવિધા આપવામાં આવી
કેસોની પતાવટ ઝડપથી નીચે મુજબ કરવામાં આવશે:
- એનસીએલટી માળખાને મજબૂત કરવું
- ઇ-કોર્ટ સિસ્ટમનું અમલીકરણ
- ઋણ સમાધાનની વૈકલ્પિક પદ્ધતિઓ પ્રસ્તુત કરવી તથા એમએસએમઈ માટે વિશેષ માળખું
- વર્ષ 2021-22માં ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગગગ સંચાલિત એમસીએ21 વર્ઝન 3.0ની શરૂઆત કરવી
- ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણ
- બજેટ અનુમાન 2020-21માં ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી રૂ. 1,75,000 કરોડ રૂપિયા મળવાનો અંદાજ
- બીપીસીએલ, એર ઇન્ડિયા, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આઇડીબીઆઈ બેંક, બીઇએમએલ, પવન હંસ, નીલાંચલ ઇસ્પાત નિગમ લિમિટેડ વગેરેનું વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ 20200-21માં પૂર્ણ કરવામાં આવશે
- આઇડીબીઆઈ બેંક ઉપરાંત બે સરકારી બેંક અને એક જનરલ વીમાકંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે
- વર્ષ 2021-22માં એલઆઇસીનો આઇપીઓ
- વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે નવી નીતિને મંજૂરી
- કેન્દ્ર સરકારની કંપનીઓનું 4 વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ખાનગીકરણ સ્વીકાર કરવામાં આવ્યું
- નીતિ આયોગ વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે સીપીએસઇની નવી યાદ પર કામ કરશે
- કેન્દ્ર સરકારના ભંડોળનો ઉપયોગ કરતી સરકારી કંપનીઓનાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે
- બિનઉપયોગી જમીનનું મુદ્રીકરણ માટે સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ
નબળી કે નુકસાન કરતી સીપીએસઈને સમયસર બંધ કરવા માટે સંશોધિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવી
- સરકારી નાણાકીય સુધારા
- તમામ સ્તરે લાગુ કરવા માટે સ્વાયત્ત સંસ્થાઓ માટે ટ્રેઝરી સિંગલ એકાઉન્ટ (ટીએસએ) સિસ્ટમ
- સહકારી મંડળીઓ માટે વેપારવાણિજ્ય સરળ કરવા માટે અલગ વહીવટી માળખું